


હળવદ તાલુકાના રાયધ્રા ગામે રહેણાંક મકાનમાંથી દાગીના ચોરી કરનાર ઈસમને ઝડપી લઈને પોલીસે ૧.૯૦ લાખનો મુદામાલ રીકવર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
હળવદના રાયધ્રા ગામના મકાનમાંથી ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને પગલે હળવદ પોલીસે તપાસ ચલાવી હતી જેમાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજકુમાર ભગવાનસિંગ સાગર (ઉ.વ.૨૬) રહે ગોપાલનગર સોસાયટી ઈશ્વરનગર રોડ હળવદ વાળાને ઝડપી લઈને ચોરી થયેલ સોનાના દાગીના કીમત રૂ ૧.૯૦ લાખનો મુદામાલ રીકવર કર્યો છે

