હળવદના રાયધ્રા ગામે રહેણાંક મકાનમાં ચોરી

 

હળવદના રાયધ્રા ગામે રહેણાંક મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી થઇ હોવાની ફરિયાદ હળવદ પોલીસમાં નોંધાઈ છે.

 

 

હળવદના રાયધ્રા ગામે રહેતા નવઘણભાઈ સવાભાઇ પરાસરિયા એ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૩-૦૭ ના સાંજથી તા.૧૯-૦૭ ના સવાર સુધીમાં નવઘણભાઈના રહેણાંક મકાનમાં કોઈ અજાણ્યા ઇસમેં પ્રવેશ કરી રૂમમાં રહેલ કબાટના લોકરમાંથી સોનાના દાગીના કાનમાં પહેરવાના સોનાના કોકરવા નંગ ૨ આશરે દોઢ તોલાના કીમત રૂ.૫૭,૦૦૦ તથા ગળામાં પહેરવાની સોનાની મગમાળા નંગ ૧ આશરે સાડા ત્રણ ટોળાની કીમત રૂ.૧,૩૩,૦૦૦ એમ કુલ કીમત રૂ.૧,૯૦,૦૦૦ મત્તાનીચોરી થઇ હોવાની ફરિયાદ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Leave A Reply

Your email address will not be published.