વાંકાનેર નાગાબાવાજી મંદિર સામે જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

 

શહેરના નાગાબાવાજી મંદિર સામે ઇંટોના ભઠ્ઠા પાસે જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે

 

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન નાગાબાવાજી મંદિર સામે બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા રમેશ હરીભાઈ મકવાણા, ઉમેશ મનસુખ વિકાણી, મહેશ ગોવિંદ પલાણી અને સંજય કાનજીભાઈ ધીણોજા એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૩૪૦૦ જ્પ્ત કરી છે

Leave A Reply

Your email address will not be published.