વાંકાનેરના ચંદ્રપુર નજીકથી પસાર થતી રેલ્વે ડબલ ટ્રેક લાઈનનું કામ બંધ કરાવો

વાંકાનેરના ચંદ્રપુર ગામ પાસેથી પસાર થતી રેલ્વે ડબલ ટ્રેક લાઈનનું કામ બંધ કરાવવા શ્રી ચંદ્રપુર ગ્રામ પંચાયત કચેરી દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી છે

વાંકાનેરના ચંદ્રપુર ગ્રામ પંચાયત દ્વારા પ્રાંત અધિકારીને કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે ચંદ્રપુર ૨ ભાટિયા સોસાયટી પાસેથી પસાર થતા રેલવેના કામમાં ચંદ્રપુર ગામના નાગરિકોને કામ કરતી એજન્સી દ્વારા અનેક અગવડતાનો સામનો કરવો પડે છે જે અંગે એજન્સીને અનેક રજૂઆત કરવા છતાં કોઈપણ પગલા ના લેતા કામ તાકીદે બંધ કરાવવા રજૂઆત કરવામાં આવી છે

ચોમાસા દરમિયાન ચાલુ વરસાદે નબળી ગુણવત્તાની આરસીસીના ક્રોન્ક્રીટનું કામ તેમજ લોખંડના કામમાં ભરપુર ભ્રષ્ટાચાર થતો જોવા મળી રહ્યો છે રેલ્વે ટ્રેકથી તદન નજીક ગ્રામજનોના રહેણાંક આવેલ હોય જેથી ભવિષ્યમાં મોટી દુર્ઘટના બને તે પહેલા નક્કર પગલા લઈને સરકારી ધોરણ મુજબ યોગ્ય માપદંડ અને ગુણવત્તાયુક્ત કામ કરવામાં આવે તેવી માંગ ચંદ્રપુરના ગ્રામજનો વતી કરવામાં આવી છે

Leave A Reply

Your email address will not be published.