

એક્સેલ સ્પોર્ટ્સ એકેડમી મોરબી ખાતે પરફોર્મન્સ એન્હેંસમેન્ટ કેમ્પ ચાલી રહ્યો છે જેમાં બધા એસોસીએટેડ દેશોના ખેલાડીઓ છેલ્લા આઠ દિવસથી પોતાની ગેમ માટે પ્રેક્ટીસ કરી રહ્યા છે કોચ નિશાંત જાની જેના ગુરુ ઉમેશ પટવાલ જેઓ ઇન્ટરનેશનલ કોચ છે તેમની પાસે દરરોજની 8 થી 10 કલાક પરસેવો પાડી સખ્ત પ્રેક્ટીસ કરી રહ્યા છે
જે કેમ્પમાં યુ.એસ.એ. ના નેશનલ પ્લેયર સ્મિત પટેલ ઓમાન સીરીઝ પૂર્વે તેની ગેમમાં જરૂરી સુધારો લાવવા માટે સખ્ત પ્રેક્ટીસ કરી રહ્યા છે તેઓ બેટિંગ અને વિકેટ કીપિંગની સતત પ્રેક્ટીસ કરી રહ્યા છે ઉપરાંત મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોના પ્રમુખ કાન્તિલાલ અમૃતિયાએ મોરબી જીલ્લામાં ક્રિકેટનો વધુ વિકાસ થાય અને આપના ખેલાડીઓ આગળ વધે તેવી લાગણી વ્યક્ત કરી હતી અન્ય દેશના ખેલાડીઓ આપના કોચ પાસે તાલીમ મેળવે છે તે ગૌરવની બાબત ગણાવી હતી




