મોરબીમાં ગેંડા સર્કલ પાસે જુગાર રમતા ૫ ઝડપાયા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે ગેંડા સર્કલ પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ રિક્ષાચાલકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલા શખ્સો પાસેથી જુગારનું સાહિત્ય અને રોકડ રકમ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ, મોરબી-૨ ગેંડા સર્કલ પાસે કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ કરી હતી. આ દરમિયાન જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહેલા મહમદ ફરહાનભાઇ પીલુડીયા, હસન હનીફભાઇ કુરેશી, અહેમદ દાઉદભાઇ હોકાવાડા, દક્ષક રમેશભાઇ બાવરવા અને શાહરૂખ હનીફભાઇ ચાનીયા નામના પાંચેય રિક્ષાચાલકોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસને ઘટનાસ્થળેથી જુગારના પાના તેમજ રોકડા રૂપિયા ૨,૬૫૦ મળી આવ્યા હતા. આ મામલે બી ડિવિઝન પોલીસે પાંચેય આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

Leave A Reply

Your email address will not be published.