મોરબી મહાનગરપાલિકા દ્વારા નિર્મિત “કેસરબાગ” પ્રોજેક્ટનું ૨૫% કામ પૂર્ણ

 

મોરબી શહેરના વિકાસમાં નવું છોગું ઉમેરતા મોરબી મહાનગરપાલિકાના ડ્રીમ પ્રોજેક્ટ “કેસરબાગ” સ્માર્ટ પાર્કની કામગીરી અત્યારે યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટનું ૨૫% જેટલું ભૌતિક કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.મોરબી મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટમાં વહીવટી સરળતા માટે વોર્ડ ઓફિસ અને નાગરિકોના સ્વાસ્થ્ય માટે આધુનિક બગીચાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

હાલની પ્રગતિની વિગતો:

  • ઈન્ફ્રાસ્ટ્રક્ચર: નવી કમ્પાઉન્ડ વોલ અને સુરક્ષા કેબિનનું પાયાનું કામ તેમજ સ્ટ્રક્ચરલ ફ્રેમવર્ક પૂર્ણતાના આરે છે.
  • ગ્રાઉન્ડ લેવલિંગ: સ્ટોન વોક-વે અને ડ્રેનેજ સિસ્ટમ માટેનું માર્કિંગ અને લેવલિંગ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
  • હરિયાળી માટેની તૈયારી: ડ્રિપ ઈરિગેશન અને સ્પ્રિંકલર સિસ્ટમ માટેની પાઈપલાઈન નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે

આગામી તબક્કાની સુવિધાઓ:

આગામી દિવસોમાં યોગા એરિયાનું ફ્લોરિંગ, બાળકો માટેના પ્લે-ગાર્ડન ઇક્વિપમેન્ટ્સની ફિટિંગ અને પ્રતિમા સ્થાપિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સાથે જ મેટલ બેન્ચીસ અને સુશોભિત વૃક્ષોના વાવેતરની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે.આ પ્રોજેક્ટ પૂર્ણ થતા જ મોરબીવાસીઓને એક જ સંકુલમાં વહીવટી કામગીરી, વાંચન અને માનસિક શાંતિ માટેનું શ્રેષ્ઠ સ્થળ પ્રાપ્ત થશે.

 

Leave A Reply

Your email address will not be published.