રાજકોટ–વેરાવળ લોકલ ટ્રેનમાં અસ્થાયી રૂપે જોડવામાં આવશે 2 વધારાના જનરલ કોચ




મુસાફરોની સુવિધા અને વધારાના ભીડભાડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ–વેરાવળ લોકલ ટ્રેનમાં અસ્થાયી રૂપે વધારાના કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર વધારાના કોચની વિગત નીચે મુજબ છે:
1) ટ્રેન નંબર 59421 રાજકોટ–વેરાવળ લોકલમાં તારીખ 02.08.2026 થી 31.10.2026 સુધી 02 વધારાના જનરલ કોચ જોડવામાં આવશે.
2) ટ્રેન નંબર 59422 વેરાવળ–રાજકોટ લોકલમાં તારીખ 03.08.2026 થી 01.11.2026 સુધી 02 વધારાના જનરલ કોચ જોડવામાં આવશે.
આ વ્યવસ્થાના પરિણામે આ ટ્રેનોમાં હવે કુલ 13 કોચ રહેશે, જેમાં 11 જનરલ કોચ અને 2 લગેજ વાન કોચ સામેલ છે. જેનાથી મુસાફરોને વધારાની સુવિધા અને વધુ મુસાફરી ક્ષમતા પ્રાપ્ત થશે.