

વાંકાનેરમાં જુગારનું દુષણ સંપૂર્ણ પણે ફેલાઈ ગયું હોય તેમ ચૌરેને ચૌટે જુગારીઓ ઝડપાઇ રહ્યા છે. જ્યાં શહેરની : ભાટીયા સોસાયટીમાં પણ સરાજાહેર ૪ રહીશો જુગાર રમતા ઝડપાયા છે. પોલીસે ચારેયની ધરપકડ કરી હતી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર શારદા સ્કુલ નજીક વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન ભાટીયા સોસાયટીમાં જાહેરમા આરોપી ક્રીપાલદાન જશુદાન બારહટ, રફીકભાઇ કરમાણીભાઈ પંજવાણી, ગુલાબભાઈ વશીમભાઈ શેરસીયા અને જયેશભાઈ હકાભાઈ માલણ ગેરકાયદેસર રીતે ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી હારજીતનો તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા મળી આવ્યા હતા.જેથી પોલીસે ગજીપતાના પાના નંગ-૫ર તથા રોકડા રૂ.૧૫,૬૮૦/- ના મુદામાલ સાથે તમામની ધરપકડ કરીને જુગારધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


