

મકનસર પાસે કારમાં પંચર પડ્યું હતું અને કારનું ટાયર બદલવા માટે કામગીરી કરતા હતા કારના લોક ખુલા હોય ત્યારે ડ્રાઈવર સીટ બાજુમાં રાખેલ રૂ ૬.૫૦ લાખ રોકડ અને બેંક ચેકબુક સહિતના ડોક્યુમેન્ટ ભરેલ બેગ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હતો
મોરબીના પટેલનગર આલાપ રોડમાં રહેતા રાજેશભાઈ વિરજીભાઈ ફેફર (ઉ.વ.૫૪) વાળાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તા. ૦૫ ના રોજ ફરિયાદી રાજેશભાઈ, નાના ભાઈ સંજયભાઈ ફેફર, ભત્રીજો કુલદીપ ફેફર અને સંબંધી રમેશભાઈ કાનજીભાઈ કૈલા બધા કાર જીજે ૩૬ એ એલ ૨૨૨૯ લઈને વહેલી સવારે ધંધાના સ્થળ મકનસર પાસે આવેલ પ્રિયા ગેસ એજન્સી નામથી ગેસ એજન્સી હોય જ્યાં પહોંચ્યા હતા કામકાજ પૂર્ણ કરી ઘરે પરત આવવું હતું જેથી બધા એકત્ર થયા હતા અને ગેસના બાટલાના વેપારના રૂપિયા, ખેતીની ઉપજના મળીને અંદાજે રૂ ૬.૫૦ લાખ બેગમાં હતા બેગ કારમાં ડ્રાઈવર સાઈડમાં રાખી હતી કારમાં ડ્રાઈવર સાઈડમાં પંચર હોવાથી ડેકી ખોલી પંપ વડે હવા ભરી હતી પરંતુ હવા ભરાતી ના હતી જેથી દીકરા કૃણાલને ફોન કરી સ્પેર વ્હીલ ચેન્જ કરવા માટે માહિતી મેળવી હતી
દીકરાના જણાવ્યા મુજબ સ્પેર વ્હીલ બહાર કઢાવી આપ્યું દરમિયાન ગાડીના ચારેય દરવાજાના લોક ખુલ્લા હતા અને બધા સ્પેર વ્હીલ બદલતા હતા ત્યારે મકનસરના અમારા ઓળખીતા અનિલભાઈ રાજપૂત ગેસનો બાટલો લેવા આવતા રૂપિયા ભરેલ બેગ ડ્રાઈવર સાઈડમાં મૂકી ગેસનો બાટલો આપવા ગયા હતા અને ગાડી પાસે વ્હીલ બદલવા માટે બીજા ગાડીમાં આવતા સાથેના માણસો ત્યાં હાજર હતા ગેસનો બાટલો આપી પરત આવી ગાડીમાં જોતા બેગ જોવા મળી ના હતી અને આજુબાજુમાં તપાસ કરવા છતાં ક્યાય મળી આવી ના હતી
ડ્રાઈવર સીટ બાજુમાં મુકેલ રૂપિયા ૬.૫૦ લાખ રોકડ અને બેંક ચેકબુક સહિતના ડોક્યુમેન્ટ ભરેલી બેગ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હતો બાદમાં અમારી રીતે આજુબાજુમાં સીસીટીવી કેમેરા અને પૂછપરછ કરી તપાસ કરી હતી પરંતુ કોઈ સગડ મળ્યા ના હતા જેથી ફરિયાદ નોંધાવી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે