

જોધપર ગામે દીકરાને આરોપીઓના છોકરા હેરાન કરતા હોવાથી તે બાબતે પાડોશીને વાત કરતા સારું નહિ લાગતા બંને આરોપીઓએ યુવાનને માર મારી આંગળીમાં ફ્રેકચર તેમજ માતાને લાકડી વડે માર મારી ઈજા કરી પત્નીને ધક્કો મારી પાડી દઈને ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા રીઝવાન માહમદ શેરશીયાએ આરોપીઓ અબ્દુલ હુસેન શેરશીયા અને મકબુલ હુસેન શેરશીયા રહે બંને જોધપર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના દીકરાને બંને આરોપીઓના દીકરા અવારનવાર હેરાન પરેશાન કરતા હોવાથી આ બાબતે પાડોશમાં રહેતા ઇદવીશભાઈને વાત કરી હતી અને રાત્રીના પોતાની વાડીએ જતા હતા ત્યારે ઘર પાસે રસ્તામાં ઇદવીશભાઈ ઉભા હોવાથી તેને વાત કરવા બોલાવ્યા હતા જે બંને આરોપીઓને સારું નહિ લાગતા ગાળો બોલવા લાગ્યા હતા
બાદમાં ફરિયાદી ઘરે આવતા આરોપીઓ અબ્દુલ અને મકબુલ બંને લાકડીઓ લઈને આવી ફરિયાદીના પિતાને ધકો મારી પડી દઈને ઈજા કરી તેમજ ફરિયાદી રીઝવાનને હાથમાં લાકડી વડે ફ્રેકચર ઈજા કરી પત્નીને ધકો મારી પાડી દીધી તેમજ માતા કમીબેનને ઈજા કરી હતી તથા ફરિયાદી અને તેના દીકરાને મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

