વાંકાનેરના ઢુવા ચોકડી પાસે નોટ નંબરીનો જુગાર રમતા બે ઝડપાયા

 

વાંકાનેરની  ઢુવા ચોકડી પાસે જાહેરમાં ચલણી નોટનો નોટ નમ્બરીનો જુગાર રમતા બે શખ્સોને વાંકાનેર તાલુકા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ઢુવા ચોકડી પાસે નોટ નંબરીનો જુગાર રમતા રણજીતભાઈ હીરાભાઈ વીઝવાડિયા અને ગોપાલભાઈ જેમાભાઇ વીંઝવાડિયાને રોકડ રકમ રૂ.૭૫૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.