


શહેરની ત્રાજપર ચોકડી પાસેથી પોલીસે કારમાં દેશી દારૂનો જથ્થો લઇ જતા બે ઇસમોને ઝડપી લઈને કારમાંથી ૨૫૦ લીટર દેશી દારૂ ઝડપી લઈને ૩.૫૦ લાખનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ત્રાજપર ચોકડી પાસેથી કાર જીજે ૩૬ એપી ૫૦૦૩ વાળીને ઝડપી લઈને બલેનો કારની તલાશી લેતા ૨૫૦ લીટર દેશી દારૂ કીમત રૂ ૫૦ હજાર મળી આવતા દેશી દારૂ અને કાર સહીત કુલ રૂ ૩.૫૦ લાખનો મુદામાલ જપ્ત કરી આરોપીઓ વિશાલ હરખા ઝીન્ઝવાડિયા અને કિશન રમેશ મકવાણા એમ બેને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે