મોરબીમાં લાખો રૂપિયા વ્યાજ ચૂકવ્યા બાદ પણ ઉઘરાણી કરી ધમકી

ચાર આરોપીઓ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી

 

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી નાગરિકોને મુક્ત કરવા પોલીસે જનસંપર્ક સભાનું આયોજન કર્યું હતું જેમાં આવેલી રજૂઆતને પગલે પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી રહી છે જેમાં એક વૃદ્ધે લાખોનું વ્યાજ ચૂકવ્યા છતાં વ્યાજખોરો હેરાન કરતા હોવાની ફરિયાદ કરતા પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

મોરબીના ખત્રીવાડ શેરી નં ૫ માં રહેતા દિલીપભાઈ બચુભાઈ ચૌહાણ (ઉ.વ.૬૮) વાળાએ આરોપીઓ સંજય કાનજી ચુડાસમા, ઇકબાલ ગની પિંજારા, સબીર કાસમ પિંજારા અને હેમંત આહીર એમ ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે સાડા ત્રણ વર્ષ પહેલાથી આજદિન સુધી આરોપીઓ પૈકી આરોપી સંજય પાસેથી રૂ ૩૦,૦૦૦ ઊંચા વ્યાજે લીધા હતા અને ત્રણ મહિનામાં વ્યાજ સહીત રકમ આપી બાદમાં ફરી વખત રૂ ૫૦,૦૦૦ ઊંચા વ્યાજે લીધા હતા અને માસિક ૧૫ હજાર લેખે ૨૯ મહિના સુધી રૂ ૪,૩૫,૦૦૦ વ્યાજ આપ્યું હતું

બાદમાં વ્યાજ નહિ ચુકવતા ફરિયાદી અને દીકરા વિજયને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને દીકરા પાસેથી બેંકના બે ચેક બળજબરીપૂર્વક સહી કરાવી લીધા હતા તેમજ આરોપી ઇકબાલ પાસેથી રૂ ૧ લાખ વ્યાજે લીધા અને દરરોજ રૂ ૧૫૦૦ વ્યાજ મુજબ રૂ ૭૫ હજાર આપ્યા બાકીના ૨૫ હજાર વ્યાજમાં વળાવેલ કુલ ત્રણ મહિના સુધીમાં આરોપીએ ફરિયાદી પાસેથી માસિક રૂ ૪૫,૦૦૦ એમ કુલ રૂ ૧,૩૫,૦૦૦ વ્યાજ બળજબરીપૂર્વક લીધું હતું અને રૂ ૩,૩૦,૦૦૦ મંડળ સહીત વ્યાજની ચડત થઇ જતા આરોપી ઇકબાલના સાળા સબીર પાસેથી રૂ ૨ લાખ લેવડાવ્યા અને રોજના રૂ ૨૦૦૦ ઊંચા વ્યાજ વસૂલતો હતો અને માસિક રૂ ૬૦,૦૦૦ એમ કુલ છ મહિના સુધીમાં રૂ ૩,૬૦,૦૦૦ વ્યાજ લીધું હતું

તેમજ આરોપી ઇકબાલ અને સબીરે રૂ ૧.૫૦ લાખ અને રૂ ૨.૫૦ લાખની પઠાણી ઉઘરાણી કરી દીકરાને ગાળો આપી જાનથી અરી નાખવાની ધમકી આપી વિસીપરામાં લઇ જઈને કામ કરાવવાની ધમકી આપી હતી તેમજ આરોપી હેમંત પાસેથી રૂ ૨૦,૦૦૦ લીધા અને તેને બેન્કનો સહી કરેલો ચેક લીધો હતો અને આરોપીને ટુકડે ટુકડે રૂ ૨૦ હજાર આપી દીધા છતાં મંડળ રૂપિયા દસ દિવસમાં આપી દેવાની માંગણી કરતો અને નહિ આપે તો બુટ ચપ્પલનો માલ ભરી જવાની ધમકી આપી હતી મોરબી એ ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.