રાજકોટના બેડી નાકા પાસેથી રાણીમાં રૂડીમાં મંદિરમાંથી ચાંદીના દાગીનાની ચોરી 

 

રાજકોટ શહેરના બેડી નાકા પાસે આવેલ રાણીમાં રૂડીમાં મંદિરના રૂમમાં રાખેલ ચાંદીના ૮૦ હજારની કિમતના છતર અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હોય જે બનાવ મામલે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

 

રાજકોટના બેડી નાકાના રહેવાસી જેસલભાઈ મોહનભાઈ મકવાણા (ઉ.વ.૩૯) ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે જેસલભાઈ બેડી નાકા ટાવર અંદર આવેલ રાણીમાં રૂડીમાં મંદિરના પુજારી હોય અને મંદિરમાં ભક્તોએ ચડાવેલ ચાંદીના છતર ફરિયાદીએ મંદિર બાજુમાં રૂમના કબાટમાં એક પ્લાસ્ટિક બેગમાં ભરીને રાખેલ હોય જે ચાંદીના છતર ભરેલ પ્લાસ્ટિક બેગમાં ચાંદીના નાના મોટા છતર આશરે વજન પોણા બે કિલો કીમત રૂ ૮૦ હજાર અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે રાજકોટ એ ડીવીઝન પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

 

 

Leave A Reply

Your email address will not be published.