ગોંડલની ઉમવાળા ચોકડી પાસે ટ્રકની ઠોકરે મોપેડ સવાર મહિલાને ઈજા


ગોંડલ શહેરમાં રહેતી ૪૪ વર્ષીય મહિલા હાઈવે પર પોતાનું એકટીવા લઈને જતા હોય ત્યારે ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં મહિલાને ઈજા પહોંચી હતી તો અકસ્માત બાદ ટ્રક મૂકી ચાલક નાસી ગયો હતો
ગોંડલની કુમકુમ રેસીડેન્સીમાં રહેતા દયાબેન ગૌતમભાઈ પટોળીયા (ઉ.વ.૪૪) વાળાએ ટ્રક જીજે ૩૬ ટી ૨૮૮૬ ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી દયાબેન પોતાનું એકટીવા જીજે ૦૩ એમકે ૩૫૫૭ લઈને નેશનલ હાઈવે રોડ ઉમવાળા ચોકડી પાસેથી જતા હોય ત્યારે ટ્રક જીજે ૩૬ ટી ૨૮૮૬ ના ચાલકે મોટરસાયકલને ટક્કર મારી ફંગોળી દેતા દયાબેનને પગે તેમજ હાથમાં અને કમરના ભાગે ઈજા પહોંચી હતી તેમજ શરીરે છોલછાલ જેવી ઈજા થઇ હતી અકસ્માત બાદ ટ્રક બનાવ સ્થળે મૂકી ટ્રક ચાલક નાસી ગયો હતો ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

