

મોરબીની અદાલતમાં ચેક રીટર્ન કેસ ચાલી જતા કોર્ટે આરોપીને ડબલ રકમનો દંડ અને બે વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો છે
જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રાણાભાઇ કાનાભાઈ સોઢીયા પાસેથી વિનોદભાઈ કાનજીભાઈ ચાવડાએ સંબંધ દાવે રૂ ૩ લાખ હાથ ઉછીના લીધા હતા જે પરત આપવા માટે વિનોદભાઈએ રાણાભાઇ કાનાભાઈને ત્રણ લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો જે ચેક બેંકમાં જમા કરાવતા પાછો ફરતા વિનોદભાઈ સામે કાનભાઈ સોઢીયાએ મોરબીની અદાલતમાં ફો. કેસ નં ૯૨૧૯/૨૦૨૧ થી ચેક રીટર્ન અંગે ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી
જે કેસ ચાલી જતા ફરિયાદી પક્ષના વકીલ દ્વારા કાયદાકીય અને ધારદાર દલીલો અને પુરાવાઓ રજુ કરતા મોરબીની અદાલતે આરોપીને બે વર્ષની સજા અને ચેકની ડબલ રકમ છ લાખનો દંડ અને ૯ ટકા વ્યાજ સહીત રકમ ચુકવવા હુકમ કર્યો છે જે કેસમાં ફરિયાદ પક્ષે મોરબીના વકીલ અને નોટરી ભાવેશ ડી ફૂલતરીયા અને રાજેશ જે જોષી રોકાયેલા હતા