

હળવદ તાલુકાના સુસવાવ પાસે આવેલ શક્તિ સાગર (બ્રાહ્મણી ૨) ડેમ રૂલ લેવલ મુજબ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે ઉપરાંત પાણીની આવક ચાલુ હોવાથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરીયાત ઉભી થઇ હોવાથી ડેમનો ૧ ગેટ ૬ ઇંચ ખોલવામાં આવો છે જેથી ૪૩૫ કયુસેક ઇનફલો સામે ૪૩૫ આઉટફલો લેવલ જાળવી રાખવામાં આવ્યું છે
ડેમનો દરવાજો ખોલવામાં આવતા હળવદ તાલુકાના સુસવાવ, કેદારીયા, ધનાળા, રાયસંગપુર, મયુરનગર, મિયાણી, ચાડધ્રા, ટીકર અને માનગઢ એમ નવ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે ગ્રામજનોએ નદીના પટમાં અવરજવર નહિ કરવા સુચના આપવામ આવી છે
`