

તારીખ.28/9/2025 ના રોજ વિકાસ વિદ્યાલય ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ-મોરબી ખાતે બાળ અધિકાર સંરક્ષણ આયોગના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી
જેમાં JJB સભ્ય રાજુભાઈ અને પલ્લવીબેન તથા CWC ના સભ્ય પિયુતાબેન અને ખુશ્બુબેન તથા DCPU સ્ટાફ ખ્યાતિબેન તથા વિકાસ વિદ્યાલય નો તમામ સ્ટાફ હાજર રહીને કાર્યક્રમની ઉજવણી કરેલ. જેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બાળકોને બાળ અધિકાર સંરક્ષણ આયોગની જાણકારી આપી, બાળાઓને પ્રોત્સાહિત કરેલ અને બાળ અધિકાર સંરક્ષણ આયોગના સ્થાપના દિવસ નિમિત્તે બાળકોને સંકલ્પ લેવડાવવામાં આવેલ તથા બધા સભ્યોએ બાળકો સાથે તિથિ ભોજનનું પણ આયોજન કર્યું હતું

