મોરબીના દલવાડી સર્કલ નજીક થાર ગાડીએ બાઈક અને કારને ઠોકર મારી

થાર ગાડીના ચાલકનું બીપી લો થઇ જતા સર્જાયો અકસ્માત

 

શહેરના દલવાડી સર્કલ નજીકથી પસાર થતી થાર ગાડીના ચાલકે એક બાઈક અને પાર્ક કરેલી કારને ઠોકર મારી હતી અને બાદમાં થાર ગાડી દીવાલ સાથે અથડાઈ હતી અકસ્માતને પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા

 

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના દલવાડી સર્કલ પાસે આજે સવારે થાર ગાડીએ એક બાઈકને ટક્કર મારી હતી અને બાદમાં એક કારને પણ ટક્કર મારી હતી બે વાહન સાથે અથડાયા બાદ ગાડી દીવાલ સાથે અથડાઈ ગઈ હતી સ્થાનિકો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ થાર ગાડીના ચાલકનું બીપી લો થઇ જતા કાબુ ગુમાવ્યો હતો અને બે વાહનને ટક્કર મારી હતી બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઇ નથી જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે

Leave A Reply

Your email address will not be published.