નાની વાવડી કુમાર પ્રાથમિક શાળા ખાતે શિક્ષક સન્માન સમારંભ યોજાયો

 

શ્રી નાની વાવડી કુમાર પ્રા. શાળા, નાની વાવડી કન્યા તાલુકા શાળા અને ગ્રામ પંચાયત નાની વાવડીના સંયુકત ઉપક્રમે કુમાર શાળાના મદદનીશ શિક્ષક અશોક કુમાર મહાદેવભાઈ કાંજીયાને વર્ષ ૨૦૨૪ માં રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મળવા બદલ સન્માન સમારોહ યોજાયો હતો

 

શાળાના શિક્ષક અશોકકુમાર કાંજીયા દ્વારા શાળા, તાલુકા અને જીલ્લા કક્ષાએ કરેલ વિવિધ ઇનોવેટીવ શૈક્ષણિક કામગીરી, સહભ્યાસિક પ્રવૃતિઓ, શાળા વિકાસમાં યોગદાન બાબતોને આધારે ગત તા. ૦૫ ના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર સહિતના મહાનુભાવોની હાજરીમાં ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો અગાઉ તેઓ મોરબી જીલ્લા અને તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અને પૂજ્ય મોરારી બાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ મેળવી ચુક્યા છે

 

ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા સાલ અને સન્માનપત્ર, અન્ય મહાનુભાવો અને ગ્રામ પંચાયત દ્વારા સાલ અને બંને શાળા પરિવાર દ્વારા સન્માન પત્ર, પુસ્તક અને સાલ ઓઢાઢી સન્માનિત કરવામાં આવ્યા હતા

 

Leave A Reply

Your email address will not be published.