કલા મહાકુંભમાં પટેલ મહિલા કોલેજની વિધાર્થીનીઓએ મેદાન માર્યું

મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત જે.એ.પટેલ મહિલા કોલેજની વિધાર્થીનીઓએ ગુજરાત સરકાર દ્વારા આયોજિત કલા મહાકુંભ ૨૦૧૭માં તાલુકા તથા જીલ્લા કક્ષાની સ્પર્ધામાં ગરબા,સમૂહનૃત્ય,ગીટારમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરયું હતું.તેમજ સમૂહ ગીતમાં દ્રિતીય સ્થાન મેળવેલ છે જેના ટીમ કો-ઓર્ડીનેટર તરીકે પ્રા.ડૉ.નયનાબેન ભાલોડીયા અને પ્રા.ડૉ.શારદાબેન જાવિયા દ્વારા ટીમને તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જેથી કોલેજના ટ્રસ્ટીઓ તથા પ્રિન્સીપાલ ડૉ.પી.કે.પટેલે વિધાર્થીઓ અને તેની ટીમ સહિત કો-ઓર્ડીનેટરને અભિનંદન પાઠવ્યા હતા.

 

Leave A Reply

Your email address will not be published.