


મોરબી શહેરના અગ્રણી કોમ્પ્યુટર શિક્ષણ સંસ્થા ‘નવકાર કોમ્પ્યુટર’ દ્વારા પોતાની સફળ સફરના ૧૩ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં એક ભવ્ય એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ક્ષેત્રે કાર્યરત પૂર્વ વિદ્યાર્થીઓ અને સંસ્થાના સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આ અવસરે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા AICES ના હેડ દિલીપ સર મકવાણા, મિરાણી સર અને અલ્પેશ ગાંધી સર, જાડેજા સર, અનિલ સર, કલ્પેસસર પુજારા, કાસુન્દા સર, ધર્મેન્દ્ર સર, અશોક સર,ભાવેશ સર હડીયલ, કિશોરભાઇ, હર્ષદસર કંઝારીયા, જીતેન્દ્રસર પિત્રોડા નું પુષ્પગુચ્છ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સંસ્થાના વિવિધ કોર્ષો જેવા કે CCC, TallyPrime, ગ્રાફિક્સ ડિઝાઇનિંગ, ટાઇલ્સ ડિઝાઇનિંગ, C Language અને લેટેસ્ટ AI કોર્ષમાં શ્રેષ્ઠ ગુણાંક સાથે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર ૪૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ, સંસ્થામાંથી અભ્યાસ કરી આજે ગવર્મેન્ટ જોબ અને સિરામિક ક્ષેત્રે ઉચ્ચ હોદ્દા પર કાર્યરત ૩૦થી વધુ પૂર્વ વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી તેમનું ગૌરવવંતુ સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાની સફળતામાં મહત્વનું યોગદાન આપનાર સ્ટાફ સભ્યોને પણ આ પ્રસંગે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં અંદાજે ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને તેમના વાલીશ્રીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. કાર્યક્રમના અંતે સૌ માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૩ વર્ષની આ સફળ સફર અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નવકાર કોમ્પ્યુટર હંમેશા કટિબદ્ધ રહેશે તેમ સંસ્થાના સંચાલક દિપેશસર દોશીએ જણાવ્યું હતું.




