માળિયાના રોહીશાળા ગામે ઘર-દુકાન અને મંદિર સહીત સાત સ્થળે ચોરી-ચોરીનો પ્રયાસ
રોકડ, દાગીના સહિતની ચીજવસ્તુઓની ચોરી, ગ્રામ પંચાયત કચેરીના તાળા તૂટ્યા


રોહીશાળા ગામે એક જ રાત્રીમાં તસ્કરોએ તરખાટ મચાવી દીધો હતો આશ્રમ, દુકાન, ઘર અને મંદિર સહીત સાત સ્થળે ચોરી અને ચોરીનો પ્રયાસ થયો હતો ગ્રામ પંચાયત કચેરીના તાળા તૂટ્યા હતા એક જ રાત્રીમાં તસ્કરોએ પોલીસના નાઈટ પેટ્રોલિંગની પોલ ખોલી હતી
માળિયા તાલુકાના રોહીશાળા ગામમાં તસ્કર ટોળકી ત્રાટકી હતી એક જ રાત્રીમાં તસ્કરોએ કબીર આશ્રમની દાનપતી તોડી આશરે રૂ ૨૦,૦૦૦ રોકડ, ઘીના પાંચ ચોરી ગયા હતા તેમજ વલ્લભભાઈ કાલરીયાની દુકાનના તાળા તોડી એક લીટર તેલની બોટલ, આર કે ચા, માવા અને રોકડ પરચુરણ રકમ ચોરી ગયા હતા તેમજ રામજી મંદિરમાંથી ચાંદીના ત્રણ છતર, મંદિર ખોલી ગર્ભગૃહમાં ભગવાન ઉપર ચડાવેલ છતર ચોરી કરી ગયા છે તેમજ પુજારી હરીકૃષ્ણ ટીલાવતના બંધ મકાનમાંથી ચાંદીની ૨ માળા, ચાંદીનો કંદોરો ૧ તેમજ રોકડ રકમ ચોરી કરી ગયા છે
તેમજ મનોજભાઈ કાલરીયાના ઘરમાં શેરીના ગેટનું તાળું તોડી લઇ ગયા છે મકાન બંધ હતું અને મકાન માલિક મોરબી રહે છે તેમજ સતીશ નારાયણભાઈ કાલરીયાના મકાનનું તાળું તોડ્યું હતું જે મકાન પણ બંધ હતું અને તેઓ મોરબી રહે છે ઉપરાંત ગ્રામ પંચાયત કચેરીનું તાળું તોડવામાં આવ્યું હતું જોકે ત્યાંથી તસ્કરોને કાઈ હાથ લાગ્યું ના હતું પરંતુ એક જ રાત્રીમાં સાત સ્થળોએ તાળા તોડી તસ્કરોએ તરખાટ મચાવી દીધો હતો




