રાજકોટમાં આજથી સિંધી પ્રીમિયર લીગ “બાલાજી કપ ૨૦૨૬”નો પ્રારંભ

લોકપ્રિય વેબ પોર્ટલ “મોરબીન્યુઝ” મીડિયા પાર્ટનર

 

 

દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટમાં બાલાજી ગ્રુપ દ્વારા સિંધી પ્રીમિયર લીગ (SPL – 6) ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે

 

બાલાજી ગ્રુપ દ્વારા આયોજિત સિંધી પ્રીમિયર લીગ બાલાજી કપ ૨૦૨૬ તા. ૦૭ અને ૦૮ માર્ચના રોજ ગ્રીન ફિલ્ડ ગ્રાઉન્ડ, રાજકોટ જામનગર હાઈવે રાજકોટ ખાતે યોજાશે જે ક્રિકેટ ટુર્નામેન્ટનું યુ ટ્યુબ પર લાઈવ કરવામાં આવશે તેમજ લોકપ્રિય વેબ પોર્ટલ મોરબીન્યુઝ મીડિયા પાર્ટનર તરીકે જોડાયું છે

 

ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા ભાવેશભાઈ હાસીજા, સંદીપભાઈ ખેમાણી, અજયભાઈ ભંભાણી અને શ્યામભાઈ ચંદનાણી જહેમત ઉઠાવી રહ્યા છે જેમાં રાજકોટ શહેર સિંધી સમાજ અને બધા ક્રિકેટ પ્રેમીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે

 

Leave A Reply

Your email address will not be published.