સાંસદ વિનોદભાઈ ચાવડાના જન્મદિવસે મોરબીમાં ટીબીના દર્દીઓને પોષણ કીટ અર્પણ

 

મોરબી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા ના જન્મદિવસ નિમિત્તે તારીખ 6 3 2026 ના રોજ જિલ્લા ક્ષય કેન્દ્ર મોરબી ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટ અર્પણ કરવામાં આવી હતી.

 

સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા આગામી છ માસ સુધી મોરબી શહેરમાં વસવાટ કરતા ટીબીના દર્દીઓને પોષણ કીટ આપવાની જાહેરાત કરી છે જેના ભાગરૂપે મોરબી ભાજપ પરિવાર દ્વારા આજરોજ 500 થી વધુ ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કર્યું આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પારધી તેમજ જિલ્લા ભાજપ મહિલા મોરચો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

Leave A Reply

Your email address will not be published.