


મોરબી નગરપાલિકા દ્વારા બે તબક્કામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા. ૨૮-૦૯ ના રોજ સવારે ૯ કલાકે તાલુકા શાળા મણી મંદિર મોરબી ખાતે વોર્ડ નં ૧ થી ૭ નો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
તેમજ તા. ૨૬-૧૦ ન રોજ સવારે ૯ કલાકે કોમ્યુનીટી હોલ કાયાજી પ્લોટ મોરબી ખાતે વોર્ડ નં ૮ થી ૧૩ માટેનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે જાહેર જનતાને વિવિધ સેવાઓ એક જ સ્થળે મળી રહે અને જુદી જુદી કચેરીમાં જવું ના પડે તેવા હેતુથી સેવાસેતુ કાર્યક્રમ યોજાશે જેનો લાભ લેવા વહીવટ અને ચીફ ઓફિસરની યાદીમાં જણાવ્યું છે