


મોરબીના ત્રાજપર વિસ્તારમાં જુગાર રમતી ત્રિપુટી ઝડપાઈ

મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૫૨૦૦ જપ્ત કરી છે
સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ત્રાજપર ઓરીએન્ટલ બેંક વાળી શેરીમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા નયનભાઈ કિશોરભાઈ મેર, કિશનભાઈ મનીષભાઈ ઝીન્ઝવાડિયા, મંજુબેન દીનેશભાઈ સનુરા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૫૨૦૦ જપ્ત કરી છે
મોરબીના આનંદનગરના મકાનમાં જુગાર રમતા ચાર ઝડપાયા
શહેરના આનંદનગર સોસાયટીમાં આવેલ મકાનમાં જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન આનંદનગર શેરી નં ૧ માં રહેતા આરોપી ઇન્દ્રસિંહ નવલસિંહ જાડેજાના મકાનમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી મકાનમાં જુગાર રમતા ઇન્દ્રસિંહ નવલસિંહ જાડેજા, જગદીશભાઈ મોતીભાઈ નૈયા, યાશીન રહીમ દલ અને ઉમેદ દાઉદ પઢીયાર એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૩૦,૧૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે