સેવા જ સાચો ઉત્સવ: દીકરીના જન્મદિવસે બાળકોને નાસ્તો અને શૈક્ષણિક કીટનું વિતરણ કરી ઉજવણી

 

આર.એસ.એસના કાર્યકર્તા દિલીપભાઈ પરમારના પરીવારજનો એ દિકરી ધ્યાની ના જન્મદિવસ ની ઉજવણી ડો.હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા મકનસર ખાતે ચાલતા નચિકેતા બાલ સંસ્કાર કેન્દ્રના બાળકો સાથે કરી આ પંકિતઓને ચરિતાર્થ કરી હતી.

 

આ ઉજવણીના અવસરે દિલીપભાઈ પરમાર દ્વારા જીવનમાં શિક્ષણનું મહત્વ તેમજ પ્રાથમિક શાળા ના બાળકો માટે ગુજરાત સરકાર દ્વારા લેવાતી વિવિધ શિષ્યવૃતિ પરીક્ષા  અંગે સંસ્કાર કેન્દ્રના બાળકોને માહિતીગાર કરેલ તેમજ ધ્યાનીના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે બાલ સંસ્કાર કેન્દ્રના બાળકોને ચોકલેટ તથા સ્વાદિષ્ટ નાસ્તો અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉજવણીમાં ધ્યાનીના પરિવારજનો તથા બાલ સંસ્કાર કેન્દ્રના સંચાલક સંતોષબેન ઘાટલિયા તથા ચિત્રકુટ ઉપનગરના સેવા પ્રમુખ હિતેષભાઇ પાડલીયા તથા ચિત્રકુટ ઉપનગરના સંપર્ક પ્રમુખ બેચરભાઈ અઘારા જોડાયા હતા.

 

Leave A Reply

Your email address will not be published.