સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઐતિહાસિક સિદ્ધિ : જુડો ભાઈઓમાં સૌપ્રથમ વખત ગોલ્ડ મેડલ


ભોપાલ – સાઉથવેસ્ટ ઝોન જુડો ટૂર્નામેન્ટ 2025 આઈયુ (Association of Indian Universities) દ્વારા આયોજિત જુડો ભાઈઓની ઝોનલ સ્પર્ધા ભોપાલની શેગ યુનિવર્સિટી ખાતે ભવ્ય રીતે યોજાઈ. આ સ્પર્ધા ભારતની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટી સ્પર્ધાઓમાંની એક છે, જેમાં 100 થી વધુ યુનિવર્સિટીઓના 2,000 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ઐતિહાસિક ગૌરવ : પ્રથમ વખત જુડોમાં ગોલ્ડ મેડલ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે આ સ્પર્ધા એક ઐતિહાસિક ક્ષણ સાબિત થઈ છે કારણ કે યુનિવર્સિટી સ્થાપના પછી પ્રથમ વખત જુડો ભાઈઓમાં ગોલ્ડ મેડલ મેળવવાનો ગૌરવ પ્રાપ્ત થયો.
🏅 ગોલ્ડ મેડાલિસ્ટ : ઠાકુર જયદીપ (–73 કિગ્રા)
ઠાકુર જયદીપે –73 કિગ્રા વજન વર્ગમાં અદ્દભુત પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ મેળવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ઝળહળતું ગૌરવ અપાવ્યું.
ઓલ ઇન્ડિયા સિલેક્શન : ઠાકુર યોગેન્દ્ર
ઠાકુર યોગેન્દ્રએ ઉત્તમ પ્રદર્શન સાથે ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ચેમ્પિયનશિપ માટે પોતાનું સ્થાન પક્તું કર્યું.
ટીમ મેનેજમેન્ટ અને યુનિવર્સિટીનું માર્ગદર્શન
આ ટૂર્નામેન્ટ દરમિયાન ટીમ સાથે કોચ અને મેનેજર શ્રી ક્રિષ્ના જોશી ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ખેલાડીઓને ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડ્યું.
યુનિવર્સિટી તરફથી અભિનંદન અને ગૌરવની લાગણી
આ ઐતિહાસિક સિદ્ધિ બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના
કુલપતિ શ્રી ડો. ઉત્પલ જોષી સાહેબ,
રજીસ્ટ્રાર શ્રી મનીષ ધામેચા સાહેબ,
ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરેશ રાબા,
તેમજ તમામ શૈક્ષણિક, બિનશૈક્ષણિક સ્ટાફ અને શારીરિક શિક્ષણના અધ્યાપકો
બંને ખેલાડીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે.
યુનિવર્સિટી પરિવાર અને સમગ્ર સૌરાષ્ટ્ર માટે આ ગૌરવની ક્ષણ છે. ઓલ ઇન્ડિયા સ્તરે મેડલ જીતવાની પૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.





