

મોરબી રાજકોટ હાઈવે પર રીક્ષા ચાલકે પુરઝડપે રીક્ષા ચલાવી રોડ રેલીંગ સાથે રીક્ષા અથડાઈ જતા પલટી મારી ગઈ હતી અકસ્માતને પગલે રીક્ષામાં સવાર બે ભાઈઓને ઈજા પહોંચી હતી
ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે રહેતા લખમણભાઈ ઉર્ફે લખો નાઝાભાઈ રાણા (ઉ.વ.૩૫) નામના યુવાને રીક્ષા જીજે ૩૬ યુ ૧૫૦૭ ના ચાલક દિનેશભાઈ ઝાપડા રહે ટંકારા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૫ ના રોજ ફરિયાદી લખમણભાઈ અને ભાઈ રમેશભાઈ પોલાભાઈ રાણા બંને રીક્ષામાં બેસી મોરબી રાજકોટ હાઇવે પરથી જતા હતા ત્યારે ટંકારા નજીક રિક્ષાચાલકે પુરઝડપે ચલાવી કાબુ ગુમાવી દેતા રીક્ષા રોડની રેલીંગ સાથે અથડાતા રીક્ષા પલટી મારી ગઈ હતી
અકસ્માતમાં ફરિયાદીના ભાઈ રમેશભાઈ રાણાનો પગ રીક્ષા નીચે દબાઈ જતા ગંભીર ઈજા અને માથામાં તેમજ ફરિયાદી લખમણભાઈને સામાન્ય ઈજા થઇ હતી અકસ્માત સર્જી રીક્ષા મૂકી ચાલક નાસી ગયો હતો ટંકારા પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ ચલાવી છે

