રાજકોટ રેંજ આઈજી નીલીપ્ત રાય મોરબીની મુલાકાતે, કાયદો વ્યવસ્થાની સમીક્ષા

તાજેતરમાં રાજકોટ રેન્જ આઈજી તરીકે નિયુક્ત થયેલા નિર્લિપ્ત રાય આજે મોરબીની મુલાકાતે આવ્યા છે. કડક અને બાહોશ અધિકારી તરીકેની છાપ ધરાવતા નિર્લિપ્ત રાયે મોરબી પહોંચીને જિલ્લાના એસપી, ડીવાયએસપી અને તમામ પોલીસ અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી છે.

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી બદલીઓમાં તેઓને રાજકોટ રેન્જ આઈજી તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની ગણતરી રાજ્યના અત્યંત કડક અધિકારીઓમાં થાય છે.આજે મોરબીની મુલાકાત દરમિયાન એસપી સહિત ડીવાયએસપી અને તમામ પોલીસ અધિકારીઓ સાથે મોરબીની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી

Leave A Reply

Your email address will not be published.