

મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભા આજે પંચાયત પ્રમુખ અને ડીડીઓના અધ્યક્ષસ્થાને મળી હતી જે સામાન્ય સભામાં રોડ- રસ્તાઓ. જમીન મહેસુલ, વિવિધ સમિતિના સભ્યોની નિમણુક સહિતના મુદે ચર્ચા કરવામાં આવી હતી કાર્યસુચીના મુદાઓને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી
સામાન્ય સભામાં બિસ્માર રોડ રસ્તાના પ્રશ્નો રજુ થયા હતા મોરબી જીલ્લાના તીથવા, જડેશ્વર, અરણીટીંબાથી નવી ક્લાવડી સુધીના તેમજ અન્ય તાલુકા મથકોને જોડતા ચાર રસ્તાઓ ચાર વર્ષથી બિસ્માર હોવાની રજૂઆત કરવામાં આવી હતી અરણીટીંબાથી પીપળીયા રાજ અને પાંચ દ્વારકા તેમજ પ્રતાપગઢના રોડના નવા બનતા રસ્તા બે વર્ષથી અધૂરા છે જે પૂર્ણ કરવા રજૂઆત થઇ હતી વાંકાનેરના ગાંગીયાવદર મહાનદી પરનો રસ્તો ધોવાઈ ગયાની, વાંકાનેર નેશનલ હાઈવેથી કેરાળા જતો સિંગલ પટ્ટી રોડમાં ચોમાસામાં પાણી ભરાઈ જવા, સહિતના પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા સામાન્ય સભામાં રસ્તાઓની સોપણી અને નવીનીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી માળિયા નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ જીલ્લા પંચાયત હસ્તકના ૭ અને વાંકાનેર નગરપાલિકાના ૩ રસ્તાઓ નગરપાલિકાને સોપવા ઠરાવ કરવામાં આવ્યો છે
સામાન્ય સભામાં જીલ્લા પંચાયતના સ્વ ભંડોળ વર્ષ ૨૦૨૫-૨૬ મંજુર થયેલા અંદાજીત ૧૫ લાખના ૬ કામોની મુદત વધારવા ઠરાવ કરાયો હતો અને વર્ષ ૨૦૨૬-૨૭ ના સ્વભંડોળ આયોજન માટે સભ્યો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે રેતી રોયલ્ટીના વર્ષ ૨૦૨૦-૨૧ થી અત્યાર સુધીના ૩૪૫ કામોમાંથી ૧૧૯ કામો હજુ શરુ થયા નથી જયારે ૯૫ કામો પ્રગતિમાં છે જે કામો શરુ થયા નથી તેને ૩૧ માર્ચ સુધી પુરા કરવા સુચના આપવામાં આવી હતી તે ઉપરાંત સામાન્ય સભામાં નવા સભ્યોની નિમણુક કરવામાં આવી હતી