

મોરબીના સરદાર બાગ સામે ઓમ શાંતિ સ્કૂલથી કન્યા છાત્રાલય રોડ જે હાઈવે સુધી પહોંચે છે તેને વહેલી તકે આરસીસી રોડ બનાવવા મોરબી શહેર કોંગ્રેસ સમિતિના સંગઠન મંત્રી સુરપાલસિંહ જાડેજાએ મહાનગરપાલિકાના કમિશ્નરને રજૂઆત કરી છે
જે રજૂઆતમાં જણાવ્યું છે કે સરદાર બાગ સામે ઓમ શાંતિ સ્કૂલથી કન્યા છાત્ર્લાય રોડ જે હાઈવે સુધી પહોંચે છે તે રોડ અતિ બિસ્માર હાલતમાં છે આ રોડ પર પાંચ સ્કૂલ, પ્લે હાઉસ અને બે હોસ્પિટલ આવેલ છે આ રોડની હાલત અતિ બિસ્માર છે સ્કૂલના વિદ્યાર્થીઓને તેમજ હોસ્પીટલે જતા દર્દીઓને ખુબ જ તકલીફ પડે છે અવારનવાર વાહન સ્લીપ થવાના બનાવો બને છે ઘણા વિદ્યાર્થીઓ સાયકલ લઈને તેમજ ચાલીને જતા હોય તો ઘણી હાલાકી ભોગવવી પડે છે જેથી વહેલી તકે RCC રોડ બનાવવા માંગ કરી છે