

અખિલ ભારતીય પ્રજાપતિ કુંભકાર મહાસંઘ ન્યુ દિલ્હી દ્વારા તાજેતરમાં ગુર્જર પ્રજાપતિ સમાજ મોરબી જીલ્લાનો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં ધોરણ ૫ થી ૧૨ સુધીના ગુર્જર પ્રજાપતિ સમાજના ૨૫૦ થી વધુ વિદ્યાર્થીઓને કીટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માન સમારોહમાં પ્રજાપતિ યુવા સંગઠનના પ્રમુખ અમિતભાઈ મચ્છોયા, મંત્રી યોગેશભાઈ, ખજાનચી રાહુલ નગવાડીયા, સહ ખજાનચી મનીષભાઈ મચ્છોયા અને યુવા સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહીને જહેમત ઉઠાવી હતી.



