મોરબી માળીયાના ખેડૂતોની પાણીની માટે કેમ કાઢી રેલી

મોરબી- માળિયા (મી.) ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા આજે મોરબી અને માળિયા તાલુકાના ૪૦ ગામોના ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી યોજવામાં આવી હતી જે ટ્રેક્ટર રેલી પીપળીયા ચાર રસ્તાથી શરુ કરવામાં આવી હતી જે બાયપાસ થઈને મોરબીના નવા બસ સ્ટેન્ડ પહોંચી હતી અને ત્યારબાદ શહેરના મુખ્યમાર્ગો પર ફરીને સામાકાંઠે આવેલી જીલ્લા કલેકટર કચેરીએ પૂર્ણ કરવામાં આવી હતી. જ્યાં ખેડૂતોએ આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું છે કે મોરબી માળીયાના સિંચાઈ સુવિધાથી વંચિત ગામોને સૌની યોજના થકી કેનાલ દ્વારા સિંચાઈની સુવિધા આપવામાં આવે. મચ્છુ ૨ ડેમમાંથી ૪૦ ડેમ ભરવાના હોય તો મોરબી અને માળિયાના ૪૦ ગામોને પાણી શા માટે આપવામાં આવતું નથી. જો આ ૪૦ ગામોને પાણી નહિ મળે તો ગામડાઓ ભાંગી જશે. વરસાદ આધારિત સુકી ખેતી પર નિર્ભર આ ગામના ખેડૂતો દેવામાં ડૂબ્યા છે જેનો અવાજ સાંભળવામાં આવતો નથી. આ બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવે છે પણ કોઈ ઉકેલ તંત્ર લાવતું નથી ફક્ત ઠાલા વચનો આપે છે રેલીમાં કોઈ અનિચ્છનીય બનવા ન બને કાયદો વ્યવસ્થા જળવાય રહે તેના માટે રેલીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકવમાં આવ્યો હતો

Comments
Loading...
WhatsApp chat