

મોરબીના વિસીપરામાં સ્મશાન નજીક જોખમી બાઈક સ્ટંટ કરનાર યુવાનનો વિડીયો સોસીયલ મીડિયામાં વાઈરલ થયા બાદ મોરબી બી ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
સોસીયલ મીડિયામાં મોરબીના વિસીપરામાં આવેલ સ્મશાન નજીક બાઈક પર યુવાન દ્વારા જોખમી રીતે સ્ટંટ કરવામાં આવ્યો હોય જે વિડીયો સોસીયલ મીડિયામાં વાઈરલ થયો હતો જે વિડીયોમાં યુવાન દ્વારા એક હાથે મોટર સાઈકલ નું સ્ટેરીંગ પકડીને ગોળ ગોળ ફેરવીને સ્ટંટ કરવામાં આવતા હોય જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવતા સ્ટંટ કરનાર ફયાઝ ઉર્ફે ઈરફાન જુમાભાઈ સમાં હોવાનું ધ્યાને આવતા તેને મોટર સાઈકલ જીજે ૩૬ એડી ૪૩૬૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે