હળવદના ચરાડવા ગામેથી વિદેશી દારૂની બોટલો સાથે પોલીસે એકને ઝડપી લીધો

 

હળવદના ચરાડવા ગામે એક્સેસ મોટર સાયકલમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો હતો. હળવદ પોલીસે એક્સેસ અને દારુ સહીત આશરે ૬૬,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસે બાતમીના આધારે તપાસ કરતા ચરાડવા ગામે જી.ઇ.બી સબ સ્ટેશન પાસે આમીન અનવરભાઇ કાજેડીયા નામના આરોપીએ પોતાના હવાલા વાળા એક્સેસ મોટર સાયકલમાં ગેરકાયદેસર રીતે રાખેલ બે વિદેશી દારૂની બ્રાન્ડની કુલ મળી ૩૬ બોટલ કિંમત રૂ ૩૬,૦૦૦ મળી આવી હતી. પોલીસે દારૂ અને એક્સેસ કિંમત રૂ ૩૦ હજાર કબજે લઇ આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.