મોરબી શહેર અને તાલુકામાં પાંચ સ્થળેથી વરલી ફીચરનો જુગાર રમતા પાંચ ઝડપાયા

 

મોરબી સીટી એ ડીવીઝન અને મોરબી તાલુકા પોલીસે અલગ અલગ પાંચ સ્થળોએથી વરલી ફીચરનો જુગાર રમતા પાંચ શખ્સોને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ભક્તિ નગર સર્કલ પાસે આવતા બ્રીજ નીચે જાહેરમા વરલી ફીચરનો જુગાર રમતા રાજેશ ઉર્ફે રાજુ અબ્દુલભાઇ પબાણીને રૂપિયા ૭૫૦ સાથે પકડી લીધો હતો. જ્યારે મોરબી તાલુકા પોલીસે બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન જવાના રસ્તે સ્પેરા વિટ્રીફાઈડની સામેથી સંજય ભાણજીભાઈ ચૌહાણને રૂ. ૨૦૦ સાથે, ટીબડી પાટીયા મોરબી માળીયા ને.હા. ઉપર ઓસીસ કારખાના સામેથી સેહઝાદ અનવરભાઇ બુખારીને રૂ. ૨૮૦ સાથે, જુના રફાળેશ્વર રોડ રામાપીરના ઢોરા પાસેથી રાહુલ ભાણજીભાઇ ચૌહાણને રૂ. ૩૪૦ સાથે અને જાબુડીયા ગામે ઓકટ્રોય હોટલ પાસેથી કિરીટ મનસુખભાઇ સોલાગામને રૂ ૨૫૦ સાથે ઝડપી લઇ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.