

હળવદના ધણાદ ગામે દેવીપુજકવાસના પાટીયા પાસે ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂ સાથે એક યુવાનને હળવદ પોલીસે પકડી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ધણાદ ગામની દેવીપુજકવાસના પાટીયા પાસે બાવળની કાંટમાથી ભારતીય બનાવટી પરપ્રાંતીય ઇંગ્લીશ દારુની ૪૮ બોટલ સાથે કેવળ ભાણજીભાઇ નગવાડીયા નામના ઇસમને પોલીસે પકડી લીધો છે. કુલ રૂ. ૪૮૦૦ નો મુદ્દામાલ કબજે કરી પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

