



મોરબી પાલિકા દ્વારા ડોર ટૂ ડોર કચરો એકત્ર કરવા માટે શાંતિ કોર્પોરેશન નામની કંપનીને કોન્ટ્રાકટ અપાયો છે આ કંપનીમાં કામ કરતો ધરમરાજ ઉર્ફે કાનો કાળું વડેલિયા ભીલ નામનો શખ્શ ગત રાત્રીના નશો કરીને નીકળ્યો હતો ત્યારે પાલિકાના અમુક કર્મચારીઓ રાત્રીના સમયે દારૂ પીને પાલિકાની ગાડીઓ ફેરવતા હોવાની ફરિયાદને પગલે પાલિકા ઉપપ્રમુખ ભરતભાઈ જારીયા તપાસમાં નીકળ્યા હતા જે દરમિયાન પાંચ નંબરની ગાડી લઈને નીકળેલા આ કમર્ચારીને ઉપપ્રમુખના રોકવા છતાં કાર રોકી ના હતી જેથી ભરતભાઈએ કારનો પીછો કરીને શાક માર્કેટ ચોકમાં અટકાવી હતી જેમાં કર્મચારી ધરમ રાજ પીધેલો જણાતા પોલીસને તાત્કાલિક જાણ કરી નશાખોર કર્મચારીને પોલીસને હવાલે કરી દીધો હતો.

