મોરબીના ક્રાઈમ સમાચાર

મોરબીમાં પાડોશી વચ્ચે ઝઘડા બાદ સામસામી ફરિયાદ

મોરબીના રોહીદાસપરામાં રહેતા કલ્પેશભાઈ વાધેલાએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે કે ગઈકાલે રાત્રે પોતે પોતાની પત્ની સાથે પોતાના ઘર પાસે બેઠા હતા ત્યારે અગાઉના મનદુઃખનો ખાર રાખીને તેમના પડોશમાં રહેતા મીનાબેન ગીરીશભાઈ દેવીપુજક, ગીરીશભાઈ, મીનાબહેનનો ભાઈ જેરામભાઈ તથા એક અજાણ્યા શખ્સે એકસંપ કરી કલ્પેશભાઈ પર હુમલો કરી માથાના ભાગે ઈજા પહોચાડી હતી જયારે સામાપક્ષે મીનાબેન ગીરીશભાઈએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી કલ્પેશ વાઘેલાએ તેને માર મારી ઈજા પહોચાડ્યાની ફરિયાદ નોધાવી છે.

છરી સાથે યુવાન ઝડપાયો

મોરબી એ ડીવીઝન પોલીસ ગત રાત્રીના નવલખી રોડ પરના કુબેરનગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય ત્યારે આ વિસ્તારમાંથી પસાર થતો અબ્દુલ રમજાન કટિયા (ઉ.વ.૨૨) રહે. માળિયા (મી.) વાળાને રોકી તેની તલાશી લેતા તેના પેન્ટના નેફામાંથી છરી મળી આવતા પોલીસે યુવાનને ઝડપી લઈને તેની વિરુદ્ધ જીલ્લા મજીસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat