ઓપરેશન મિલાપ : મોરબીમાંથી ગુમ, અપહરણ થયેલ સગીરા સહિતના ૩૬ નાગરિકોનું પરિવાર સાથે મિલન

 

મોરબી તાલુકા પોલીસ મથકમાં દાખલ થયેલ ગુમસુદા બનાવમાં ગુમ થયેલ મહિલા, પુરુષો અને અપહરણ થયેલ સગીરા સહીત કુલ ૩૬ નાગરિકોને શોધી પરિવાર સાથે પોલીસે મિલન કરાવ્યું હતું અને ઓપરેશન મિલાપ અંતર્ગત પોલીસે પ્રસંશનીય કામગીરી કરી હતી

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સુચના અન્વયે ઓપરેશન મિલાપ યોજના અંતર્ગત સરહદી રેંજ (કચ્છ) આઈ.જી.પી. અને જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ ટીમે સ્થાનિક કક્ષાએ ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ થનાર બાળકો, મહિલાઓ, અને પુરુષોને શોધી કાઢીને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું મોરબી તાલુકા પોલીસ મથક ટીમ દ્વારા વર્ષ ૨૦૨૬ માં આજદિન સુધીના સમયમાં અપહરણ થયેલ ૧૨ સગીર વયની દીકરી, ૧૬ મહિલા અને ૦૮ પુરુષો એમ કુલ ૩૬ નાગરિકોનું પરિવાર સાથે મિલાપ કરાવી ઓપરેશન મિલાપને સફળ બનાવ્યું હતું

 

Leave A Reply

Your email address will not be published.