મોરબીના વાવડી રોડ પર વરલીનો જુગાર રમતા એક ઝડપાયો, ત્રણના નામ ખુલ્યા

 

મોરબીના વાવડી રોડ પર કપિલા હનુમાન નજીક જાહેરમાં મોબાઈલ ફોન પર વરલીનો જુગાર રમતા એક શખ્સને મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન મોરબીના વાવડી રોડ પર કપિલા હનુમાન મંદિર નજીક જાહેરમાં આરોપી ઉદયભાઈ ભરતભાઈ ડાભી અન્ય આરોપી ગોપાલભાઈ ખીટ,મનીષભાઈ ખાણઘર અને દશરથસિંહ ઉર્ફે દસો ઝાલા સાથે મોબાઈલમાં વરલીનો જુગાર રમતા આરોપી ઉદય મળી આવતા તેને ઝડપી આપી રોકડ રકમ સહીત કુલ મુદામાલ કીમત રૂ.૫૫૫૦ કબજે કરી આરોપી ગોપાલ,માનીશ અને દસરથસિંહની શોધખોળ હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.