ઓમ શાંતિ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝનું આયોજન

 

મોરબીની ઓમ શાંતિ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ (GSEB) ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે સ્પેસ ક્વિઝ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અવકાશ વિજ્ઞાન અને સંશોધન અંગેના પોતાના જ્ઞાનનું પ્રદર્શન કર્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સફળ અમલીકરણ શાળાના આચાર્ય શ્રીમતી સના કાઝી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબીના જિલ્લા સંયોજક શ્રી દીપેન ભટ્ટનું માર્ગદર્શન અને સહયોગ પ્રાપ્ત થયો હતો. કાર્યક્રમ ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST), ગાંધીનગરના સહયોગથી યોજાયો હતો.

સ્પેસ ક્વિઝમાં વિજેતા વિદ્યાર્થીઓને આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓને સાયન્સ સિટી, મોરબીની મુલાકાત માટે નિઃશુલ્ક કૂપન આપવામાં આવ્યા હતા. વિજ્ઞાન અને અવકાશ ક્ષેત્રે વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા, સંશોધનવૃત્તિ અને વૈજ્ઞાનિક અભિગમ વિકસે તે હેતુથી યોજાયેલ આ કાર્યક્રમને વિદ્યાર્થીઓ તથા શિક્ષકો તરફથી ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો.

 

Leave A Reply

Your email address will not be published.