ગુરુવારથી નવલા નોરતાનો પ્રારંભ, મોરબી પોલીસના ૭૦૦ જવાનોની ટીમ રહેશે ખડેપગે

નવરાત્રીને લઈને પોલીસે તૈયારીઓ પૂર્ણ કરી ગરબી-પાર્ટી પ્લોટ સહિતના સ્થળોએ કરશે પેટ્રોલિંગ

 

માતાજીની આરાધનાનું પર્વ એવા નવલા નોરતાનો ગુરુવારથી પ્રારંભ થનાર છે ત્યારે મોરબી પોલીસે નવરાત્રીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે અને જીલ્લા પોલીસવડાએ તૈયારીઓ અંગે પત્રકાર પરિષદ યોજી માહિતી પૂરી પાડી હતી

 

મોરબી શહેર અને જીલ્લામાં પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબાનો સમન્વય જોવા મળે છે શહેરના શક્તિ ચોક, મંગલ ભુવન ગરબી, ભવાની ચોક, ગાંધી ચોક સહિતના સ્થળોએ પ્રાચીન ગરબીનું આકર્ષણ આજે પણ જોવા મળે છે વર્ષોથી અહી પરંપરાગત ગરબી યોજાય છે તે ઉપરાંત આજના યુવાનો અર્વાચીન રાસ ગરબા માટે પાર્ટી પ્લોટમાં પણ જતા હોય છે જેથી શહેરમાં વિવિધ સ્થળોએ પાર્ટી પ્લોટમાં ગરબા મહોત્સવ યોજાય રહ્યા છે જે નવરાત્રી પર્વને લઈને જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ માહિતી આપતા જણાવ્યું હતું કે નવરાત્રી અંગે પોલીસે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે પ્રાચીન ગરબી અને પાર્ટી પ્લોટમાં ગરબા મહોત્સવના આયોજકો સાથે મીટીંગ યોજી ગાઈડલાઈન અંગે માહિતી આપી હતી દરેક શેરીમાં થતા ગરબા અને પાર્ટી પ્લોટ સહિતના સ્થળોએ શી ટીમને ખાસ જવાબદારી આપી છે જે સતત પેટ્રોલિંગ કરશે

 

તો પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય છે જેથી સીસીટીવી અંગે સુચના આપી છે અને પોલીસ કંટ્રોલ રૂમના સીસીટીવી કેમેરાથી સતત મોનીટરીંગ કરાશે નાગરિકોને કોઈપણ મદદની જરૂરત પડે તો તુરંત પોલીસ મથકનો અથવા પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવ્યું છે નવરાત્રી નિમિતે ટ્રાફિક અને ટીઆરબી જવાનોની ટીમ તૈનાત રહેશે તો પોલીસના ૧૦ પીઆઈ, ૨૪ પીએસઆઈ અને ૩૦૦ પોલીસ જવાનો સહીત ૭૦૦ પોલીસ જવાનોની ટીમ બંદોબસ્તમાં ખડેપગે રહેશે

Leave A Reply

Your email address will not be published.