હળવદ પંથકમાં બે દિવસથી ચેકિંગ, પીજીવીસીએલ ટીમે ૩૬ લાખની વીજચોરી ઝડપી

 

હળવદ પંથકમાં બે દિવસ પીજીવીસીએલ ટીમે વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી જેમાં બે દિવસમાં કુલ ૫૮ સ્થળોએથી કુલ ૩૬ લાખથી વધુની વીજચોરી ઝડપી લેવામાં આવી છે

 

હળવદ પીજીવીસીએલ દ્વારા ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હળવદ શહેર ઉપરાંત ચરાડવા અને સરા ડીવીઝનમાં તા. ૩૦ અને ૦૧ ના રોજ ચેકિંગ કરવામાં આવ્યું હતું કુલ ૩૭ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું બે દિવસમાં કુલ ૩૯૯ સ્થળોએ ચેકિંગ કર્યું હતું જેમાં ૫૮ સ્થળોએ વીજચોરી ઝડપી લેવામાં આવી હતી પીજીવીસીએલ ટીમે કુલ ૩૬.૦૮ લાખની વીજચોરી ઝડપી લીધી હતી

 

હળવદ શહેરની રાણેકપર રોડ સોસાયટી વિસ્તાર, માર્કેટિંગ યાર્ડની દુકાનો અને ઢવાણા ગામમાં ચેકિંગ અને ચરાડવા  ડીવીઝનમાં જુના દેવળિયા, પ્રતાપગઢ, સુરવદર અને ધૂળકોટ સહિતના વિસ્તારમાં ચેકિંગ કર્યું હતું જે કામગીરી પીજીવીસીએલના એન્જીનીયર કે જે પાઘડા અને નાયબ કાર્યપાલક ઈજનેર જે એલ બરંડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી

Leave A Reply

Your email address will not be published.