મોરબીનો મચ્છુ ૩ ડેમનો ૧ દરવાજો ૨ ફૂટ ખોલવામાં આવ્યો, ૨૧ ગામોને એલર્ટ

 

મોરબીના જુના સાદુળકા પાસે આવેલ મચ્છુ ૩ સિંચાઈ યોજનામાં રૂલ લેવલ મુજબ પાણી ભરાઈ ગયું છે અને વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત હોવાથી ડેમનો ૧ દરવાજો ૨ ફૂટ ખોલવામાં આવ્યો છે ૧૬૭૪ ઇન્ફ્લો સામે ૧૬૭૪ આઉટફલો જાળવી રાખવામાં આવ્યો છે

 

ડેમના દરવાજા ખોલ્યા હોવાથી મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી) ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા તેમજ માળિયા તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવિદરકા, માળિયા, હરીપર અને ફતેપર એમ ૨૧ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે

Leave A Reply

Your email address will not be published.