મોરબી તાલુકા પોલીસે અર્ધો ડઝન પતા પ્રેમીને રૂપિયા ૨.૫૮ લાખની મતા સાથે જડ્પ્યા

મોરબીના લાલપર નજીકની ફેક્ટ પેપરમિલમાં જુગાર રમાતો હોવાની તાલુકા પીએસઆઈ એન.બી.ડાભીને મળેલી બાતમીને આધારે તાલુકા પોલીસની ટીમે ફેક્ટ પેપરમિલમાં દરોડો કરતા ઓરડીમાં જુગાર રમતા રાજેશ છગન ચાડમિયા, દશરથ ગણેશ ફૂલતરીયા, મયુર ભરત બાવરવા, છોટુ ચતુર કગથરા, હરેશ ડાયા કગથરા, નેમીશ દેવરાજ દેસાઈ એમ છ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને તેની પાસે રહેલી રોકડ રકમ રૂપિયા ૨.૫૮ લાખ જપ્ત કરી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat