


વૈશ્વિક દિવ્ય ચેતનાના સંચાર અર્થે તેમજ જન-જનના કલ્યાણની કામના સાથે મોરબી સ્વામીનારાયણ ગુરુકુળ દ્વારા આજથી “સ્વામીનારાયણ” મહામંત્ર અખંડધૂનનો પ્રારંભ થયો છે.આ ધૂન પ.પુ.નીલકંઠ સ્વામીના માર્ગદર્શન હેઠળ તા.૨૧-૯-૨૦૧૭ સુધી અવિરત ચાલનારી છે.આ ધૂનનો વિશેષ મહિમા શ્રીહરીશ સ્વમુખે પ્રગટેલ આ મંત્ર અપાર શક્તિદાતા અને સર્વદુઃખોનો મારક છે જે ધૂનના પ્રારંભમાં જ્ઞાનજીવનદાસજી સ્વામીએ જણાવ્યું હતું.આ અખંડધૂનમાં આસપાસના ગામોમાંથી ગ્રામજનો આવી શકે તે માટે સંસ્થા દ્વારા વાહન તથા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે જે ભંડારી સ્વામીની યાદીમાં જણાવ્યું હતું.